રાજકોટ: રાજકોટમાં SOG દ્વારા અણીયારા ગામે દરોડો પાડી પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગોવાલિયા ફૂડ પેઢીમાંથી કુલ 400 કિલો ચીઝ અને 150 કિલો પનીર મળી આવ્યું હતું.
SOGની કાર્યવાહી દરમિયાન મળી આવેલા કુલ 550 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને અખાદ્ય સામગ્રીના ઉપયોગ સામે તંત્રની કામગીરી વધુ સક્રિય બની હોવાનું સામે આવ્યું છે.
અણીયારા ગામે આવેલી ગોવાલિયા ફૂડ પેઢીમાંથી ઝડપાયેલા આ જથ્થા અંગે સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.







