યોગેશ ઉનડકટ,  અમરેલી /  ધારી સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી અંગે મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે. ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ નોંધાયેલા ગુનામાં અટકાયત કરાયેલા આરોપીની જામીન અરજી નામદાર કોર્ટે મંજૂર કરી છે.

મળતી વિગતો મુજબ, ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં BNSની કલમ 85, 115(2), 54 અને 108 હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી તરફે વિદ્વાન એડવોકેટ ભૂપેન્દ્રભાઈ રાઠોડ દ્વારા ધારી સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરવામાં આવી હતી.

જામીન અરજીની સુનાવણી દરમિયાન એડવોકેટ ભૂપેન્દ્રભાઈ રાઠોડે કેસના તથ્યો, કાયદાકીય જોગવાઈઓ તેમજ રજૂ થયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીના પક્ષે દલીલો રજૂ કરી હતી.

સુનાવણી બાદ નામદાર ધારી સેશન્સ કોર્ટે બચાવ પક્ષના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટના આ હુકમથી આરોપી પક્ષને રાહત મળી છે. જામીન કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોને આધીન રહેશે.

Facebook  – https://www.facebook.com/newshotspot11/

 Instagram- https://www.facebook.com/newshotspot11/

X-(Twitter)- https://x.com/newshotspot11

Whatsapp- https://whatsapp.com/channel/0029VafkLoxIiRorz15Pt00X

Website- newshotspot.co.in