સાવરકુંડલા, યોગેશ ઉનડકટ/ ફારૂક બિલખિયા : સાવરકુંડલાની નામદાર કોર્ટમાં રૂ.20 લાખના ચેક રિટર્ન કેસને લઈને મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ (NI Act)ની કલમ 138 હેઠળ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કોર્ટે આરોપીને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

મળતી વિગતો મુજબ, ફરિયાદી દ્વારા આરોપી વિરુદ્ધ રૂ.20 લાખની રોકડ રકમની લેતીદેતીના કરારના આધારે ચેક રિટર્ન અંગે ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે NI Actની કલમ 138 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કેસમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના વિદ્વાન વકીલ  સોએબ બિલખીયા તથા એડવોકેટ રાહુલ દોંડિયા દ્વારા કોર્ટ સમક્ષ બચાવ પક્ષની રજૂઆતો કરવામાં આવી હતી. બચાવ પક્ષ દ્વારા કેસના પુરાવાઓ અંગે ધારદાર ઉલટતપાસ કરવામાં આવી હતી.

બચાવ પક્ષે કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે ફરિયાદીનું આરોપી પાસે કોઈ કાયદેસર રીતે વસૂલ કરી શકાય તેવું લેણું (Legally Enforceable Debt) અસ્તિત્વમાં નથી.

કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલી કાનૂની દલીલો, પુરાવાઓ અને ઉલટતપાસની હકીકતોને ધ્યાનમાં લેતા નામદાર કોર્ટે બચાવ પક્ષની રજૂઆતોને ગ્રાહ્ય રાખી હતી. અંતે સાવરકુંડલા કોર્ટે આરોપીને કેસમાં લગાવવામાં આવેલા તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદાથી આરોપી પક્ષને મોટી કાનૂની રાહત મળી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો