યોગેશ ઉનડકટ, સાવરકુંડલા: સાવરકુંડલામાં સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપવાના હેતુથી શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ સંલગ્ન શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા સાવરકુંડલા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો હતો.

આજરોજ 11 ઓગસ્ટ 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલા કોલેજની રાષ્ટ્રીય સેવા યોજના (NSS) સાથે જોડાયેલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રતિમા એમ. શુક્લ તથા ડો. કે.પી. વાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

નગરપાલિકા અને એસટી વિભાગના કર્મચારીઓ જોડાયા

સ્વચ્છતા અભિયાનના આ કાર્યક્રમમાં સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને આગામી દિવસોમાં પણ સ્વચ્છતાને વધુ મહત્વ આપી જાહેર સ્થળોને સુંદર બનાવવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું હતું.

સાવરકુંડલા ડેપોના મેનેજર વિમલભાઇ નથવાણી સહિત સમગ્ર કર્મચારીગણ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

વિદ્યાર્થીનીઓની કામગીરીને બિરદાવવામાં આવી

સફાઈ અભિયાન દરમિયાન વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. સુંદર કામગીરી બદલ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ પણ આપવામાં આવ્યા હતા.

કોલેજના કાર્યકારી આચાર્ય ડી.એલ. ચાવડાના માર્ગદર્શન અને આગવી સૂઝ સાથે યોજાયેલો આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો.

NSS દ્વારા યોજાયેલા આ પ્રકારના સ્વચ્છતા કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે છે તેમજ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોમાં પણ સકારાત્મક સંદેશ પહોંચે છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો