યોગેશ ઉનડકટ, અમરેલી: અમરેલી ખાતે યોજાનારી રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં 14 ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને યોજાનારા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના મુખ્ય કાર્યક્રમની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

મહાનુભાવોના આગમનથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધી સમીક્ષા

સમીક્ષા બેઠક દરમિયાન રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવેલી વિવિધ તૈયારીઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.

આ દરમિયાન ખાસ કરીને:

મહાનુભાવોનું આગમન અને પ્રોટોકોલ વ્યવસ્થા
સુરક્ષા વ્યવસ્થા
બેઠક વ્યવસ્થા
ટ્રાફિક મેનેજમેન્ટ
પાર્કિંગ વ્યવસ્થા
સાંસ્કૃતિક કાર્યક્રમ
પોલીસ પરેડ
સ્વચ્છતા વ્યવસ્થા

સહિતની વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

કાર્યક્રમ સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે સૂચનાઓ

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે રાજ્યકક્ષાના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સમગ્ર કાર્યક્રમ સુચારુ, શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય, તે માટે તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જરૂરી છે.

તેમણે કાર્યક્રમ સાથે સંકળાયેલી તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવા તેમજ સ્થળ પર સતત નિરીક્ષણ કરી જરૂરી સુધારા કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓની પ્રશંસા

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્ય, શિસ્તબદ્ધ અને યાદગાર બને તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓની રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ પ્રશંસા કરી હતી.

આ સમીક્ષા બેઠકમાં અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમાર, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો