ધારી: શ્રી લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર ઝોન-4 માટે નવા હોદ્દેદારો અને કોર કમિટીની નિમણૂક કરવામાં આવી છે. ઝોન-4માં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંસ્થાની જાહેર કરાયેલી યાદીમાં કુલ 45 હોદ્દેદારો/કોર કમિટી સભ્યોના નામ દર્શાવવામાં આવ્યા છે.આ નિમણૂકમાં ધારી લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ પોપટને લોહાણા મહાપરિષદ ઝોન-4ની કોર કમિટીના સભ્ય તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

ઝોન-4ના ઝોન પ્રભારી તરીકે ચંદ્રકાંતભાઈ સેદાણીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ડૉ. ભરતભાઈ કણાબારને કોર કમિટી ચેરમેન, દિનેશભાઈ રૂપારેલિયાને વાઇસ ચેરમેન, ભાવેશભાઈ સોઢાને સેક્રેટરી અને હિતેશભાઈ રાયચાને જોઈન્ટ સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી છે.

કોર કમિટીની યાદીમાં અમરેલી, ભાવનગર, ધારી, રાજુલા, સાવરકુંડલા, ચલાળા, બગસરા, બાબરા, કુકાવાવ, વિજાપડી, વડીયા, મહુવા, ખાંભા, દામનગર/લાઠી, ગારીયાધાર અને તળાજા સહિતના વિસ્તારોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહેન્દ્રભાઈ અઢિયા, પ્રફુલભાઈ બટાવિયા, મનુભાઈ સુચક, પ્રકાશભાઈ કારિયા, રાજેશભાઈ જિરવાણી, હિતેશભાઈ રાયચા, આનંદભાઈ રાજદેવ, નિલેશભાઈ સેલાણી, નિખિલભાઈ ઉનડકટ, તુષારભાઈ પોપટ, હિતેશભાઈ સરૈયા અને મનિષભાઈ મોરજરીયા સહિતના સભ્યોના નામ પણ દર્શાવવામાં આવ્યા છે.

ભરતભાઈ પોપટની નિમણૂકને આવકાર
ધારી લોહાણા મહાજનના પ્રમુખ તરીકે સમાજની વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ભરતભાઈ પોપટની લોહાણા મહાપરિષદ ઝોન-4ની કોર કમિટીમાં નિમણૂક થતાં ધારી અને અમરેલી પંથકના લોહાણા સમાજમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.ભરતભાઈ પોપટ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાઈ સમાજસેવામાં સક્રિય રહેતા હોવાનું સ્થાનિક સ્તરે જણાવાય છે. ઝોન-4ની કોર કમિટીમાં તેમની નિમણૂકને સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવકારવામાં આવી રહી છે.

લોહાણા મહાપરિષદ લોહાણા સમાજની સંગઠનાત્મક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ સંસ્થા તરીકે કાર્યરત છે. નવા હોદ્દેદારોની નિમણૂક બાદ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં સમાજલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો