ચિતલ ખાતે નવા નીરના આગમન નિમિત્તે પરંપરાગત રીતે નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબહેન ચોડવડિયા, સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તથા લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવા નીરના વધામણાં કર્યા હતા.

પરંપરાગત રીત-રિવાજ મુજબ મહાનુભાવોએ ફૂલ અને શ્રીફળ પધરાવી નવા નીરને વધાવ્યું હતું. આ પ્રસંગે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

ચિતલમાં નવા નીરના આગમનથી આનંદનો માહોલ

ચિતલ ખાતે નવા નીરના આગમનથી સ્થાનિક નાગરિકોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ચોમાસા દરમિયાન તળાવોમાં નવા નીર આવતા તળાવો પાણીથી ભરાતા સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

અમરેલી જિલ્લામાં 115 ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરી

ઉનાળા દરમિયાન અમરેલી જિલ્લામાં રાજ્ય સરકારના માધ્યમથી 115 ગામોમાં પ્રતિ ગામ 600 કલાક હિટાચી મશીનથી તળાવો ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન આ તળાવોમાં નવા નીર આવતા તળાવો નવપલ્લવિત થયા છે.

નવા નીરના વધામણાંના આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો