અમરેલી જિલ્લામાં ગેરકાયદે રેતી-માટી ખનન સામે ખાણ-ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. નાની મેડી-સરંભડા વિસ્તારમાં શેત્રુંજી નદીમાં વિભાગની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરતા બિનઅધિકૃત ખનનનો મામલો સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

વિભાગના જણાવ્યા મુજબ કાર્યવાહી દરમિયાન લોડર, ડમ્પર અને ટ્રેક્ટર મળી આવ્યા હતા. રેડ દરમિયાન કેટલાક ઇસમો વાહનો સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનો અધિકારીઓનો દાવો છે.

રેડ દરમિયાન ઉગ્ર બોલાચાલીનો મામલો

ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે કેટલાક લોકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો પણ મામલો સામે આવ્યો છે. અધિકારીઓ પર હુમલાના પ્રયાસનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સંબંધિત ઇસમો સામે પોલીસ ફરિયાદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ડમ્પર સીઝ, અન્ય વાહનો લઈને ઇસમો ફરાર

કાર્યવાહી દરમિયાન એક ડમ્પરને કબજામાં લઈ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યું છે.બીજી તરફ, લોડર અને ટ્રેક્ટરના ચાલકો સહિત કેટલાક લોકો વાહનો લઈને સ્થળ પરથી નીકળી ગયા હોવાનો અધિકારીઓનો દાવો છે. ફરાર ચાલકો, વાહન માલિકો અને અન્ય અજાણ્યા ઇસમો સામે FIR નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

₹30થી ₹35 લાખના મુદ્દામાલનો દાવો

ખાણ-ખનીજ વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે સમગ્ર કાર્યવાહી દરમિયાન લોડર, ડમ્પર સહિત આશરે ₹30થી ₹35 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી-માટી કાઢવામાં આવતી હોવાની માહિતીના આધારે વિભાગે આ કાર્યવાહી કરી હોવાનું જણાવાયું છે.

ગેરકાયદે ખનન સામે તંત્રની કડક કાર્યવાહી

શેત્રુંજી નદી અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ખનન અટકાવવા માટે તંત્ર દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં હવે ફરાર ઇસમોની શોધખોળ તેમજ વાહનો અને ખનન પ્રવૃત્તિ સાથે જોડાયેલા દસ્તાવેજોની તપાસ મહત્વપૂર્ણ રહેશે.

પોલીસ ફરિયાદ અને આગળની તપાસ બાદ ગેરકાયદે ખનન સાથે કોણ-કોણ સંકળાયેલું હતું અને સમગ્ર પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો