અમરેલી: સાવરકુંડલા શહેરમાં આવેલા ધ પેન્ટેકોસ્ટલ મિશન નામના ખ્રિસ્તી ધર્મસ્થાનમાં એક ઈસમ ઘૂસી આગ લગાવવાનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.
મળતી માહિતી મુજબ, આરોપી જ્વલનશીલ પ્રવાહી ભરેલા પ્લાસ્ટિકના કેન સાથે ધર્મસ્થાનમાં પ્રવેશ્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ હોલમાં રહેલા સોફાસેટ, ટેબલ સહિતની વસ્તુઓ પર પ્રવાહી છાંટીને દીવાસળીથી આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતાં સાવરકુંડલા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની કાર્યવાહી બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ઉદયભાઈ હરસુરભાઈ ખુમાણની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ પૂછપરછ દરમિયાન ધર્મપરિવર્તન અંગેના આક્ષેપોને પગલે આગ લગાવવાનો પ્લાન ઘડ્યો હોવાનો ખુલાસો થયો હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે. જોકે, સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ હોવાથી ઘટનાના કારણો અને અન્ય હકીકતો તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.
ધર્મસ્થાનમાં આગ લગાવવાના પ્રયાસની ઘટનાને પગલે સાવરકુંડલા શહેરમાં પણ ચર્ચા જોવા મળી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







