મેહુલ ત્રિવેદી , ધારી / અમરેલી જિલ્લાના ધારી-બગસરા હાઈવે પર અચાનક નીલગાય રસ્તા પર આવી જતાં એક કાર અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, રોડ પર અચાનક નીલગાય આવી ચડતાં કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્મિક ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ

અકસ્મતમાં કારમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના સેવાભાવી યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

યુવાનોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું પ્રાથમિક માહિતી પરથી સામે આવ્યું છે.

નીલગાય અચાનક રોડ પર આવી હોવાનો પ્રાથમિક અંદાજ

પ્રાથમિક દૃષ્ટિએ અકસ્માતનું કારણ અચાનક નીલગાય રોડ પર આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ અંગે વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે. હાઈવે પર અચાનક વન્યપ્રાણી આવી જતા વાહનચાલકો માટે જોખમ ઊભું થઈ શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોએ વધુ સાવચેતી રાખવી જરૂરી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો