સુરેન્દ્રનગર : વઢવાણ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે LCBએ કાર્યવાહી હાથ ધરી છે. ખારવા રોડ નજીક આવેલા સરકારી અનાજ ગોડાઉન પાછળ દરોડો પાડી પોલીસે અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

LCBની કાર્યવાહીમાં અંગ્રેજી દારૂની કુલ 557 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સહિત અંદાજે ₹1.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે આ મામલે વનરાજસિંહ ભુપતભાઈ સોલંકી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. દરોડા બાદ સમગ્ર મામલો વઢવાણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

હાલ વઢવાણ પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, તેની હેરાફેરી પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ અને જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.