મેહુલ ત્રિવેદી, ધારી: અમરેલી જિલ્લાના ધારી વિસ્તારમાં ખોડિયાર ડેમ નજીકથી એક માનવ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, જૂના ડાંગાવદર તરફ જતા રસ્તા નજીક આવેલા જંગલ વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે મૃતકની ઓળખ ચંદ્રકાંતભાઈ પ્રવીણભાઈ મહેતા (ઉંમર આશરે 30 વર્ષ), રહેવાસી ધારી તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મૃતકના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

108 મારફતે મૃતદેહ હોસ્પિટલ ખસેડાયો

ઘટનાની જાણ થતાં 108 ઇમરજન્સી સેવા મારફતે મૃતદેહને ધારીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. અહીં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેના બાદ મોતનું કારણ જાણવા મળી શકે છે.

ધારી પોલીસની તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં ધારી પોલીસ વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મૃતદેહ જંગલ વિસ્તારમાં કયા સંજોગોમાં મળ્યો અને યુવકનું મોત કેવી રીતે થયું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવે તેવી શક્યતા છે. હાલ આ બનાવને લઈને વિસ્તારમાં ચર્ચા જોવા મળી રહી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો