અમરેલી/બગસરા: તહેવારોના માહોલ વચ્ચે અમરેલી જિલ્લાના બગસરામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચા શરૂ થઈ છે. વીડિયોમાં બગસરા પોલીસ સ્ટેશનના PI વી.કે. ગોલવેકર વેપારીઓ અને ઉપસ્થિત પ્રતિનિધિઓ સમક્ષ અસામાજિક તત્વોને કડક ચેતવણી આપતા જોવા મળ્યા હતા.
બેઠકમાં આગામી હિન્દુ-મુસ્લિમ તહેવારો દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન PI દ્વારા તહેવારોમાં ખલેલ પહોંચાડનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી.
સાંભળો શું કહ્યું PI એ
તહેવારોમાં ખલેલ કરનાર સામે કડક સંદેશ
વાયરલ વીડિયોમાં PI ગોલવેકર ઉપસ્થિત વેપારીઓને સંબોધતા જોવા મળે છે. તેમણે હિન્દુ કે મુસ્લિમ સમાજના કોઈપણ તહેવારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનાર સામે કડક વલણ અપનાવવાની ચેતવણી આપી હતી. બગસરાના વેપારીઓ સમક્ષ પીઆઇ વીકે ગોલવેકરએ કહ્યું હિન્દૂ મુસ્લિમના કોઈ તહેવાર બગાડશે તો હું તેનો તહેવાર બગાડીશ તમે મેસેજ પાસ કરી દેજો
તેમણે ઉપસ્થિત લોકોને આ સંદેશ અસામાજિક તત્વો સુધી પહોંચાડવા માટે પણ કહ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ અધિકારીની આ ચેતવણીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
ઈદ, રક્ષાબંધન અને જન્માષ્ટમી પહેલાં શાંતિ સમિતિની બેઠક
બગસરામાં ઈદ, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્થાનિક વેપારીઓ ઉપરાંત હિન્દુ-મુસ્લિમ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ સહિત વિવિધ લોકો હાજર રહ્યા હતા.
બેઠકનો મુખ્ય ઉદ્દેશ તહેવારો દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અશાંતિ કે કાયદો-વ્યવસ્થાની સમસ્યા ઊભી ન થાય તે માટે જરૂરી તકેદારી અંગે ચર્ચા કરવાનો હતો.
PIનો વીડિયો વાયરલ થતાં ચર્ચા તેજ
શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ PIના સંબોધનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં વપરાયેલી કડક ભાષાને લઈને ચર્ચા થઈ રહી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







