નેપાળ અને તિબેટ વિસ્તારમાં ભારે પૂર તથા કુદરતી આફત વચ્ચે કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા ભારતીય યાત્રિકોને લઈને ચિંતા વધી હતી. આ યાત્રામાં ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. જોકે, અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની સુરક્ષા અંગે મહત્વની માહિતી આપીને ચાહકોની ચિંતા દૂર કરી છે.
માનસી પારેખે સોશિયલ મીડિયા પર આપી સુરક્ષાની જાણકારી
કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાન નેપાળ અને તિબેટ વિસ્તારમાં પરિસ્થિતિ વણસતા માનસી પારેખ સાથે સંપર્ક ન થવાને કારણે તેમના ચાહકોમાં ચિંતા જોવા મળી હતી. બાદમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા સ્ટોરી દ્વારા જણાવ્યું કે તેઓ ચીનમાં સુરક્ષિત છે. માનસીએ સાથે જ પૂર અને વિનાશથી પ્રભાવિત લોકોની સલામતી માટે પ્રાર્થના કરવાની અપીલ પણ કરી હતી. તેમના આ અપડેટ બાદ ચાહકોને રાહત મળી છે.
પાંચ દિવસ પહેલાં જ્યાં સ્વાગત થયું, આજે એ જ વિસ્તાર પાણીમાં
માનસી પારેખે યાત્રા દરમિયાનના અનુભવ સાથે જોડાયેલી બીજી એક સ્ટોરી પણ શેર કરી હતી. તેમાં તેમણે જણાવ્યું કે થોડા દિવસ પહેલાં જે સ્થળે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, તે જ વિસ્તાર હવે પૂરનાં પાણીથી પ્રભાવિત થયો છે. અભિનેત્રીના આ અનુભવ પરથી કુદરતી આફતની ગંભીરતા કેટલી ઝડપથી વધી શકે છે તેનો અંદાજ આવી શકે છે.
યાત્રિકોને પરત લાવવા પ્રયાસો
માનસી પારેખે આપેલી માહિતી અનુસાર, Isha Foundation તરફથી યાત્રિકોને સુરક્ષિત રીતે પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોની શોધ અને મદદ માટે પણ કામગીરી ચાલી રહી હોવાનું જણાવાયું છે. કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાન માનસીએ અગાઉ અનેક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. માનસરોવર તળાવના કિનારે ધ્યાન કરવાનો અનુભવ તેમણે પોતાના જીવનની યાદગાર આધ્યાત્મિક પળોમાંનો એક ગણાવ્યો હતો.
જાણો કોણ છે માનસી પારેખ
માનસી પારેખ ગુજરાતી મનોરંજન જગતનું જાણીતું નામ છે. અભિનય ઉપરાંત તેઓ ગાયિકા અને નિર્માતા તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં મોંઘીના પાત્ર માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. ગુજરાતી ફિલ્મો ઉપરાંત માનસી પારેખે હિન્દી સહિત અન્ય ભાષાના મનોરંજન ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ બનાવી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







