મેહુલ ત્રિવેદી, અમરેલી: અમરેલી શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દીપડાની હિલચાલને પગલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા અમૃતધારા સોસાયટી, જેસિંગપરા, સાવરકુંડલા રોડ અને અંબિકા નગર આસપાસ દીપડો ફરતો હોવાની માહિતી સામે આવી છે.

સંકુલ રોડ નજીક અમૃતધારા સોસાયટી વિસ્તારમાં દીપડાના આંટાફેરાના CCTV ફૂટેજ સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરી નોંધાતા લોકોમાં સાવચેતી વધી છે.

 CCTVમાં કેદ થઈ દીપડાની હિલચાલ

અમૃતધારા સોસાયટી નજીક લગાવવામાં આવેલા CCTV કેમેરામાં દીપડાની હિલચાલ કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ફૂટેજ બાદ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. શહેરના રહેણાંક વિસ્તારમાં દીપડાની અવરજવર હોવાના કારણે સ્થાનિકો રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને પોતાના પરિવારની સુરક્ષાને લઈને સાવચેત બન્યા છે.

 દીપડાને પકડવા વન વિભાગની કવાયત

ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે અલગ-અલગ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ અને સંભવિત રૂટ પર નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિકોને પણ સાવચેતી રાખવા અને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો