સુરેન્દ્રનગર: ધાંગધ્રા શહેરના માનસર તળાવમાં ડૂબી જવાથી આશરે 50 વર્ષીય યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ઘટનાની જાણ થતાં ધાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.
મૃતકની ઓળખ સિકંદરભાઈ કેસરભાઈ મલેક તરીકે થઈ છે. તેઓ ધાંગધ્રાના સોની તલાવડી વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણ થતાં ધાંગધ્રા સિટી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
હાલ યુવકનું મોત અકસ્મિક રીતે તળાવમાં ડૂબી જવાથી થયું કે અન્ય કોઈ કારણસર, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી તપાસ કરવામાં આવી રહી છે. FSL રિપોર્ટ અને પોસ્ટમોર્ટમના તારણો બાદ મોતનું કારણ વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.
ઘટનાને પગલે સોની તલાવડી વિસ્તાર સહિત ધાંગધ્રામાં શોકની લાગણી જોવા મળી રહી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







