સુરેન્દ્રનગર: સાયલા વિસ્તારમાં પોલીસ દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી કરવામાં આવી છે. લીંબડી DYSP અને સાયલા પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે સાયલા-મૂળી હાઈવે પર તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસની તપાસ દરમિયાન સાયલાના સીમ વિસ્તારમાં આવેલી ગોપાલ પટેલની વાડીમાંથી 7.885 કિલોગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે જથ્થો કબજે કરી સ્થળ પરથી એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા સુકા ગાંજાની કિંમત આશરે રૂ.3,94,250 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ.3,95,250નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આ કાર્યવાહી બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર મામલે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસની આ કાર્યવાહીથી સાયલા વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ફરી એકવાર તંત્રની સતર્કતા સામે આવી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







