કલ્પેશ ખેર, લાઠી / અમરેલીમાં લાંચ વિરોધી બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી શહેરમાં રૂ.21,000ની લાંચ સ્વીકારતા GERI, વડોદરાના બે અધિકારીઓને ACBની ટીમે ઝડપી પાડ્યા છે. બંને અધિકારીઓએ મટીરીયલ્સ ટેસ્ટિંગ લેબનો પોઝિટિવ રિપોર્ટ આપવા બદલ લાંચની માંગણી કરી હોવાની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

સરપ્રાઇઝ વિઝીટ બાદ લાંચની માંગણીનો આરોપ

પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલી શહેરની મટીરીયલ્સ ટેસ્ટિંગ લેબમાં સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ ફરિયાદીને લેબનો પોઝિટિવ રિપોર્ટ આપવા બદલ રૂ.21,000ની લાંચની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદ ACBને મળી હતી. ફરિયાદના આધારે અમરેલી ACB દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી અને લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

સરકારી સર્કિટ હાઉસમાં ગોઠવાયું છટકું

ACBની યોજનાના ભાગરૂપે અમરેલીના સરકારી સર્કિટ હાઉસમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. સર્કિટ હાઉસના રૂમ નંબર 11માં બંને અધિકારીઓ રૂ.21,000ની લાંચ સ્વીકારતા ઝડપાયા હતા.

ACBની વિગતો મુજબ, કુલ રૂ.21,000ની લાંચમાંથી આરોપી નંબર-1 માટે રૂ.15,000 અને આરોપી નંબર-2 માટે રૂ.6,000 સ્વીકારવામાં આવ્યા હતા. લાંચની માંગેલી, સ્વીકારેલી અને રિકવર થયેલી કુલ રકમ રૂ.21,000 હોવાનું જણાવાયું છે.

GERIના બે અધિકારીઓ સામે કાર્યવાહી

આ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા બંને આરોપીઓની ઓળખ નીચે મુજબ કરવામાં આવી છે:

આરોપી નં.1: આણંદભાઈ નરેન્દ્રભાઈ ખરેડીયા, સંશોધન અધિકારી (કાર્યપાલક ઇજનેર), GERI, વડોદરા.
આરોપી નં.2: જીગરભાઈ કલસીંગભાઈ ભુટિયા, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, GERI, વડોદરા.
બંને આરોપીઓને ACBની ટીમે લાંચ સ્વીકારતી વખતે સ્થળ પર જ ઝડપી પાડ્યા હતા.

અમરેલી ACBની ટીમની કાર્યવાહી

આ સમગ્ર ટ્રેપની કાર્યવાહી અમરેલી ACBના ઇન્ચાર્જ PI ટી.એસ. રીઝવીના માર્ગદર્શન હેઠળ અમરેલી-ભાવનગર ACB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

લાંચની ફરિયાદ મળ્યા બાદ ACB દ્વારા છટકું ગોઠવીને બંને અધિકારીઓને ઝડપી પાડવામાં આવતા અમરેલીમાં સરકારી તંત્રમાં લાંચખોરી સામેની કાર્યવાહી ફરી ચર્ચામાં આવી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો