અમરેલી શહેરમાં નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે સઘન તપાસ અભિયાન હાથ ધર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ બિઝનેસ એકમોની તપાસ કરીને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
23 એકમોમાં તપાસ, ખાદ્ય જથ્થો નાશ
લાઠી રોડ, નવા બસ સ્ટેશન સામે અને કેરિયા રોડ વિસ્તારમાં કુલ 23 ફૂડ બિઝનેસ ઓપરેટરોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આશરે 10.5 કિલોગ્રામ ફરસાણ સહિત બ્રેડ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી હતી.
આશરે ₹2,690 કિંમતનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ તમામ સંચાલકોને સ્વચ્છતા જાળવવા અને હાઇજિનના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
એનાલોગ પનીર સામે વિશેષ અભિયાન
જિલ્લામાં પ્રતિબંધિત એનાલોગ પનીર સામે અલગથી ચલાવવામાં આવેલા અભિયાન દરમિયાન 6 Augustથી 13 August વચ્ચે કુલ 48 એકમોની તપાસ કરવામાં આવી હતી.
તપાસમાં 51.4 કિલોગ્રામ પ્રતિબંધિત એનાલોગ પનીર મળી આવ્યું હતું. આશરે ₹18,685 કિંમતનો આ જથ્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો હતો.
2 પેઢીના પરવાના સસ્પેન્ડ
અભિયાન દરમિયાન નિયમોના ભંગ બદલ જિલ્લાના 2 એનાલોગ પનીર બનાવટ એકમોના પરવાના પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
તંત્રની ચેતવણી
ખોરાક અને ઔષધ નિયમન તંત્રે સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે આવી તપાસ નિયમિત ચાલુ રહેશે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હલકી ગુણવત્તાની અથવા પ્રતિબંધિત ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા એકમો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







