પ્રકાશ કારીયા, ચલાલા:  બગસરા શહેરના નવા સ્વામિનારાયણ મંદિરમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવનાર વરિષ્ઠ પત્રકાર અને LIC એજન્ટ કિરીટભાઈ જીવાણીના સન્માનમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. LICમાં સતત ત્રણ વખત MDRT પૂર્ણ કરવાની સિદ્ધિ બદલ રાજકીય, સામાજિક અને વીમા ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનોએ તેમનું સન્માન કર્યું હતું. આ સિદ્ધિને બગસરા LIC ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવી હતી.

મોમેન્ટો, સાલ અને ફુલહારથી સન્માન

સન્માન સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કિરીટભાઈ જીવાણીને મોમેન્ટો, સાલ અને ફુલહાર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો અને LICના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ કિરીટભાઈ જીવાણીની સિદ્ધિને બિરદાવી તેમને આગામી સમયમાં પણ વધુ પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી.

3 વખત MDRT પૂર્ણ કરવાની સિદ્ધિ

મળતી માહિતી મુજબ, કિરીટભાઈ જીવાણી વર્ષ 2008થી બગસરાની સેટેલાઈટ બ્રાન્ચ સાથે જોડાયેલા છે, જ્યારે વર્ષ 2019થી LIC એજન્ટ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા છે.

ગ્રાહકો સાથે વિશ્વાસપૂર્ણ સંબંધો જાળવવા, સરળ સ્વભાવ અને સતત મહેનતને કારણે તેમણે MDRTની મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

બગસરા LICના ઇતિહાસમાં સતત ત્રણ વખત MDRT પૂર્ણ કરનાર પ્રથમ એજન્ટ તરીકે તેમની આ સિદ્ધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

બગસરા અને રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું

કિરીટભાઈ જીવાણીએ મેળવેલી આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા પૂરતી સીમિત નથી રહી. તેમની સિદ્ધિથી બગસરા શહેર તેમજ રઘુવંશી સમાજનું ગૌરવ વધ્યું હોવાનું કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું. પત્રકારત્વ અને LIC એજન્સી બંને ક્ષેત્રમાં સક્રિય રહી તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

રાજકીય, સામાજિક અને LIC ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત

સન્માન સમારોહમાં અમરેલી LIC બ્રાન્ચ મેનેજર શ્રી ભારવાણી, ડેવલપમેન્ટ મેનેજર શ્રી જાની સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત ચલાલા-બગસરા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ કારીયા, ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ગીતાબેન કારીયા, ચલાલા શહેર ભાજપ પ્રમુખ  જીતુભાઈ કાથરોટીયા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી  ભયલુભાઈ વાળા, જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ  હિંમતભાઈ દોંગા, શહેર ભાજપ મહામંત્રી  અશોકભાઈ ચૌહાણ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બગસરા નગરપાલિકાના સદસ્ય  વીણાબેન સરવૈયા,  સંગીતાબેન જાદવ, સહકારી મહિલા આગેવાન  ભાવનાબેન સતાસિયા ઉપરાંત જયેશભાઈ, દેવચંદભાઈ, મનસુખભાઈ દેસાઈ, ભાઈ વડેરાભાઈ જેઠવા સહિતના આગેવાનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

LIC અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું

કાર્યક્રમ દરમિયાન શ્રી પ્રકાશભાઈ કારીયા દ્વારા LIC સાથે જોડાવાથી મળતા વિવિધ લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમણે કિરીટભાઈ જીવાણીના સરળ અને લાગણીશીલ સ્વભાવ સાથે ગ્રાહકો પ્રત્યેના વિશ્વાસ તથા નિષ્ઠાને તેમની સફળતાનું મહત્વનું કારણ ગણાવ્યું હતું.

સતત મહેનતના પરિણામે મળેલી આ સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ વધુ સફળતા મેળવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

એક પંગતમાં ભોજન સાથે કાર્યક્રમનું સમાપન

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૌશિકભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહ બાદ ઉપસ્થિત મહાનુભાવોએ એક પંગતમાં સાથે ભોજન લીધું હતું.

આ પ્રસંગે સૌએ સાથે મળીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કિરીટભાઈ જીવાણીની MDRT સિદ્ધિને લઈને સમગ્ર કાર્યક્રમ દરમિયાન અભિનંદન અને શુભેચ્છાઓનો માહોલ જોવા મળ્યો હતો.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો