મેહુલ ત્રિવેદી, અમરેલી / ધારી વન વિભાગના ડીસીએફ વિકાસ યાદવે પત્રકારો સુધી વન વિભાગને લગતી મહત્વપૂર્ણ માહિતી ઝડપી અને તાત્કાલિક પહોંચે તે માટે મહત્વપૂર્ણ સૂચના આપી છે. આ અંગે તેમણે વિભાગના એસીએફ તેમજ તમામ રેન્જને પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું છે.

વન વિભાગના બનાવોની માહિતી મીડિયા સુધી પહોંચાડવા સૂચના

ડીસીએફ વિકાસ યાદવ દ્વારા લખાયેલા પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે વન વિભાગ સાથે સંકળાયેલા બનાવો અને મહત્વપૂર્ણ ઘટનાઓની જાણકારી તાત્કાલિક અસરથી મીડિયા સુધી પહોંચાડવામાં આવે.

આ નિર્ણયનો હેતુ વન વિભાગમાં બનતી ઘટનાઓ અંગે પત્રકારોને સમયસર માહિતી મળી રહે અને સંબંધિત સમાચાર ઝડપથી લોકો સુધી પહોંચી શકે તેવો હોવાનું માનવામાં આવે છે.

ACF અને તમામ રેન્જને સૂચના

આ માટે ધારી વન વિભાગના એસીએફ સહિત તમામ રેન્જના સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વન વિભાગના વિસ્તારમાં કોઈ મહત્વપૂર્ણ બનાવ બને ત્યારે તેની જાણકારી મીડિયાને સમયસર આપવામાં આવે તે અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ હવે વન વિભાગને લગતા બનાવો અંગે પત્રકારોને અગાઉની સરખામણીએ વધુ ઝડપથી સત્તાવાર માહિતી મળી શકે તેવી અપેક્ષા છે.

પત્રકારોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ

ડીસીએફ વિકાસ યાદવના આ નિર્ણયને લઈને સ્થાનિક પત્રકારોમાં પણ સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વન વિભાગના બનાવોની માહિતી સમયસર મળવાથી સમાચારનું ઝડપી અને યોગ્ય રીતે કવરેજ કરવામાં મદદ મળશે.

ખાસ કરીને વન્યજીવ, જંગલ વિસ્તાર, વન્ય પ્રાણીઓના બનાવો તેમજ વન વિભાગ સાથે જોડાયેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓની માહિતી ઝડપથી લોકો સુધી પહોંચાડવામાં આ નિર્ણય ઉપયોગી સાબિત થઈ શકે છે. આ રીતે ધારી વન વિભાગ દ્વારા મીડિયા સાથે ઝડપી માહિતીના સંકલન તરફ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો