મેહુલ ત્રિવેદી, અમરેલી/ ધારી શહેરના ગણેશ સોસાયટી નજીક આવેલા ખાડિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાની અવરજવર જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. રહેણાક વિસ્તારની આસપાસ દીપડો દેખાતા લોકો દ્વારા સમગ્ર મામલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળ્યા બાદ વન વિભાગની ટીમે ઘટનાસ્થળની સ્થિતિનો તાગ મેળવી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. વન વિભાગની કવાયત બાદ સાંજના સમયે દીપડો પાંજરામાં સપડાઈ ગયો હતો.

 ત્રણ દિવસથી દીપડાની હિલચાલ

ખાડિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડો દેખાતા સ્થાનિકો સતર્ક બની ગયા હતા. રહેણાક વિસ્તાર નજીક તેની હાજરીને કારણે ખાસ કરીને રાત્રિના સમયે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોની જાણકારીને આધારે વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું.

 પાંજરું મૂક્યા બાદ મળી સફળતા  

વન વિભાગની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં સાંજે દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા વન વિભાગની ટીમે રાહત અનુભવી હતી. રહેણાક વિસ્તારની નજીકથી દીપડો પકડાઈ જતા ગણેશ સોસાયટી અને ખાડિયા વિસ્તારના સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

વન વિભાગ દ્વારા હવે દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવા અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી રહેલો ભય પણ ઓછો થયો છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો