મોરબી: મોરબીના રવાપર રોડ પર આવેલી શ્રીજી આંગડિયા પેઢીમાં રૂ. 60.63 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી વિપુલભાઈ મોતીભાઈ ગોધાણીએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી તરીકે જયરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ અને નિમેશ આચાર્યના નામ સામે આવ્યા છે.

ફરિયાદ મુજબ, ગત તા. 14ના રોજ બપોરના સમયે બંને શખ્સોએ રાજકોટની શ્રીજી આંગડિયા પેઢી મારફતે રૂ. 60,63,400નું આંગડિયું કરાવ્યું હતું. ત્યારબાદ આરોપી નિમેશ આચાર્યએ આ રકમ ઉપાડી લીધી હતી અને બાદમાં પોતાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

આ મામલે સમગ્ર ઘટનાને લઈને મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીઓની ભૂમિકા તેમજ રકમની હેરફેર અંગે તપાસ શરૂ કરી છે.