ભારત સરકારના ‘એગ્રીસ્ટેક’ પ્રોજેક્ટ હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫થી સમગ્ર ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ચાલુ ખરીફ-૨૦૨૬ સીઝન માટે આગામી તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬થી સમગ્ર રાજ્યમાં ૪૫ દિવસીય ‘ડિજિટલ ક્રોપ સર્વે’નો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.
ગુજરાતના તમામ જિલ્લાઓના ૧૮,૧૯૭ ગામોમાં આવેલા તમામ ખેતીલાયક વિસ્તારના આશરે ૯૫ લાખથી વધુ સર્વે પ્લોટને આ સર્વેમાં આવરી લેવામાં આવશે. જેમાં, સત્તાવાર સર્વેયરો દ્વારા દરેક ખેતર/સર્વે નંબર પર રૂબરૂ જઈને ખેડૂતોએ વાવેતર કરેલા પાકના જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ સાથેની સચોટ માહિતી ડિજિટલ એપ્લિકેશન મારફત અપલોડ કરાશે.
ખેડૂતો જાતે જ પોતાના પાકની નોંધણી કરી શકશે
‘ફાર્મર રજિસ્ટ્રી’માં નોંધાયેલા ખેડૂતો સર્વેયરની રાહ જોયા વગર પોતાના મોબાઈલ ફોનમાં ‘ડિજિટલ ક્રોપ સર્વે’ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જાતે જ પોતાના પાકની નોંધણી કરી શકશે. આ સમગ્ર સર્વે અભિયાન આગામી તા. ૧૫ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી સતત ૪૫ દિવસ સુધી કાર્યરત રહેશે.
૩૦ સપ્ટેમ્બર સુધીમાં ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ કરવો
રાજ્યના તમામ ખેડૂતોને રાજ્ય સરકારની ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, પોતાના ગામના નિયુક્ત સર્વેયર મારફત અથવા જાતે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં તમામ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અવશ્ય પૂર્ણ કરાવે/કરે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







