શ્રી લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર ઝોન-4 માટે નવા હોદ્દેદારો અને કોર કમિટીની નિમણૂક કરવામાં આવી છે. ઝોન-4 અંતર્ગત ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે.
લોહાણા મહાપરિષદ દ્વારા જાહેર કરવામાં આવેલી કોર કમિટી યાદી મુજબ ચંદ્રકાંતભાઈ સેદાણીની ઝોન પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ડૉ. ભરતભાઈ કાનાબારને કોર કમિટી ચેરમેન, દિનેશભાઈ રૂપારેલિયાને વાઇસ ચેરમેન, ભાવેશભાઈ સોઢાને સેક્રેટરી અને હિતેશભાઈ રાયચાને જોઈન્ટ સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી છે.
ઝોન-4ની કોર કમિટીમાં ભાવનગર, અમરેલી, બોટાદ સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોના આગેવાનો અને સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલી યાદીમાં ધારી, અમરેલી, રાજુલા, સાવરકુંડલા, ચલાલા, બગસરા, બાબરા, મહુવા, ખાંભા, વિજાપડી, વડીયા સહિતના વિસ્તારોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
યાદી મુજબ કોર કમિટીમાં ભરતભાઈ પોપટ (ધારી), જીતુભાઈ સોમૈયા (ગોળવાળા), જગદીશભાઈ માવાણી (સાવરકુંડલા), અસ્તકાંતભાઈ સુચક (સાવરકુંડલા), મહેન્દ્રભાઈ સદ્રાણી (ચલાલા), પ્રકાશભાઈ કારિયા (ચલાલા), ભીખુભાઈ સેજપાલ (બગસરા), વિજયભાઈ ખેરૈયા (બગસરા), અનિલભાઈ બોરિયા (કુકાવાવ), તેજસભાઈ કારિયા (બાબરા), ભીખાલાલ ઠક્કર (રાજુલા), પ્રફુલભાઈ નગદીયા અને યશભાઈ નગદીયા (વિજપડી), મિતુલભાઈ ગણાત્રા અને રાજુભાઈ બારચા (વડીયા), વિનુભાઈ નગદીયા (મહુવા), દિનુભાઈ (ખાંભા) સહિતના સભ્યોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આશ્વિનભાઈ ઠક્કર (દામનગર/લાઠી), હાર્દિકભાઈ ખીમાણી, પ્રકાશભાઈ વડેરા, રાકેશભાઈ ગઢિયા, મયુરભાઈ પોપટ (સાવરકુંડલા), ભરતભાઈ સોનપલ (અમરેલી) સહિતના સભ્યોની પણ કોર કમિટીમાં નિમણૂક કરવામાં આવી છે.
જાહેર કરાયેલી યાદીના અંતિમ ભાગમાં મહેન્દ્રભાઈ આદિત્ય, પ્રફુલભાઈ બટાવિયા, મનુભાઈ સુચક, પ્રકાશભાઈ કારિયા, રાજેશભાઈ જિરવાણી, હિતેશભાઈ રાયચા, આનંદભાઈ રાજદેવ, નિલેશભાઈ સેલાણી, નિખિલભાઈ ઉનડકટ, તુષારભાઈ પોપટ, હિતેશભાઈ સરૈયા અને મનિષભાઈ મોરજરીયા સહિતના નામોનો પણ સમાવેશ થાય છે.નવી નિમણૂક બાદ ઝોન-4 અંતર્ગત આવતા ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં લોહાણા સમાજની સંગઠનાત્મક પ્રવૃત્તિઓ તથા સામાજિક કાર્યોને વધુ વેગ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.







