ગીર સોમનાથ: વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના સાનિધ્યમાં મોડી રાત્રે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાત્રિના અંદાજે 2:30 વાગ્યાના અરસામાં સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર નજીક પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સોમનાથ ખાતે ભવ્ય કોરીડોર બનાવવાની કામગીરીને લઈને છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા માર્ગમાં નડતરરૂપ મિલકતો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત સોમનાથ ટ્રસ્ટની જગ્યાઓ ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટ, રહેણાક મકાનો, દુકાનો તેમજ ધાર્મિક સ્થળો સહિતની મિલકતોને પણ દૂર કરવામાં આવી રહી છે.

દિગ્વિજય દ્વાર નજીક અનેક મિલકતો પર કાર્યવાહી
મોડી રાત્રે હાથ ધરાયેલી કાર્યવાહીમાં સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વારની બાજુમાં આવેલી જમાતખાનાની જગ્યા, ચાર દુકાનો અને રહેણાક મકાનો સહિતની મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા રાત્રિના સમયે જ કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ડિમોલિશન દરમિયાન વહીવટીતંત્રના અધિકારીઓ અને પોલીસની ટીમો સ્થળ પર હાજર રહી હતી. બે જેસીબી મશીનોની મદદથી મિલકતો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારને પોલીસ બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યો હતો.

કોરિડોર પ્રોજેક્ટ માટે નડતરરૂપ મિલકતો હટાવવાની કામગીરી
તંત્રના જણાવ્યા અનુસાર, સોમનાથ કોરીડોરના વિકાસ માટે જરૂરી જગ્યાઓ સરકારે ખરીદી લીધી છે અને ત્યારબાદ આ મિલકતો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કોરીડોરના નિર્માણમાં નડતરરૂપ મિલકતો દૂર કરવાની પ્રક્રિયા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે.

સોમનાથ મંદિર વિશ્વભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સુવિધાઓના વિકાસ તેમજ કોરીડોર પ્રોજેક્ટને લઈને તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ જ કામગીરીના ભાગરૂપે મોડી રાત્રે પણ ડિમોલિશન હાથ ધરાયું હતું.

ડિમોલિશન દરમિયાન ચાર દુકાનો ઉપરાંત ધાર્મિક સ્થળ અને રહેણાક મકાનો સહિતની મિલકતો દૂર કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસ તેમજ વહીવટીતંત્રની ટીમો સતત સ્થળ પર હાજર રહી હતી.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
મોડી રાત્રે શરૂ થયેલી કામગીરીને પગલે સોમનાથના દિગ્વિજય દ્વાર નજીક ભારે પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. હાલ ડિમોલિશન કરવામાં આવેલી જગ્યાઓ પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે. વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં રહી હતી.

સોમનાથના વિકાસને લઈને મહત્વની કામગીરી
સોમનાથ કોરીડોર પ્રોજેક્ટને લઈને આગામી દિવસોમાં પણ નડતરરૂપ મિલકતો અંગે તંત્ર દ્વારા કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા છે. હાલ મોડી રાત્રે હાથ ધરાયેલી આ મેગા ડિમોલિશન કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો