મોરબીમાં વીજપોલ મામલે ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હવે ગુજરાતમાં ખેડૂતો વીજપોલ મામલે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, એક વીજ થાંભલા અને તેની સાથેના તાર માટે ખેડૂતોને 70 લાખ રૂપિયા સુધીની રકમ મળે છે.ખેડૂતોની જમીન ખેડૂતોની જ રહેવાની છે. સરકાર કે કંપની ખેડૂતોની જમીન પોતાના કબજામાં લઈ જવાની નથી. જેને લઈ તેમના જ ભાઈએ કહ્યું કે, 70 લાખ કાઇ આપતી નથી અને તમે તમારા થાંભલા લઈ જાવ.

કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશભાઈએ કહ્યું છે કે “કોઈને 70 લાખ મળતા નથી” અને ખેડૂતોને વધુ વળતર મળવું જોઈએ. ખેડૂતોને માત્ર 70 કે 80 લાખ રૂપિયાના વળતરથી સંતોષ નથી. તેમણે વીજ લાઇનના કારણે થતી અસરને ધ્યાનમાં રાખીને ચારથી છ ગણું વધુ વળતર આપવાની માંગ કરી છે.જો સરકાર ખેડૂતોની માંગ મુજબ વળતર આપવા તૈયાર હોય તો આપે, અન્યથા તેમના ખેતરમાં વીજ થાંભલા ન નાખવામાં આવે. અને તમે તમારા થાંભલા લઈ જાવ

રાકેશભાઈ અમૃતિયાએ વધુ એક ગંભીર સવાલ ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, ખેડૂતોની સંમતિ કે યોગ્ય ચર્ચા વિના તેમના ખેતરોમાં વીજ થાંભલા નાખવામાં આવ્યા હતા. તેમણે સવાલ કર્યો કે જ્યારે થાંભલા નાખવામાં આવી રહ્યા હતા ત્યારે કોઈએ ખેડૂતોની વાત કેમ ન સાંભળી અને હવે વળતર અંગે ચર્ચા કેમ કરવામાં આવી રહી છે? રાકેશભાઈએ પોતાના ખેતરનું ઉદાહરણ આપતા કહ્યું કે તેમની પાસે 25 વીઘાનું ખેતર છે અને જો સમગ્ર ખેતરમાંથી વીજ લાઇન પસાર થાય તો માત્ર મોટી રકમનું વળતર મળવાથી નુકસાનની ભરપાઈ થઈ શકતી નથી. તેમણે દાવો કર્યો કે ચાર કરોડ રૂપિયા મળે તો પણ ખેતર અને ખેતી પર થતી અસરને કારણે નુકસાન થઈ શકે છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો