મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે શનિવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ‘ભુલેશ્વરચા રાજા’ની ગણેશ મૂર્તિની આગમન શોભાયાત્રા દરમિયાન મૂર્તિ અચાનક પડી જતા અનેક લોકો તેની નીચે અથવા આસપાસ ફસાઈને ઈજાગ્રસ્ત થયા હતા.

આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે બે બાળકો સહિત પાંચ લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જય અંબે ચોક પાસે બની ઘટના

મળતી માહિતી મુજબ, અકસ્માત રાત્રે આશરે 10 વાગ્યે ભુલેશ્વરના જય અંબે ચોક નજીક કબૂતરખાના પાસે બલરામ મર્ચન્ટ રોડ પર થયો હતો. ગણેશ મૂર્તિના આગમન માટે મોટી સંખ્યામાં ભક્તો અને લોકો રસ્તા પર એકઠા થયા હતા.

આ દરમિયાન ગણેશ મૂર્તિ પડી જતાં ભીડમાં હાજર કેટલાક લોકો તેની અસરથી ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકો અને સુરક્ષા કર્મચારીઓની મદદથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

બે લોકોનાં મોત, પાંચ ઘાયલ

અકસ્મા બાદ મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ સેવા અને સંબંધિત નાગરિક વોર્ડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, શરૂઆતમાં એક વ્યક્તિને જીટી હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોની ઓળખ સંકેત નેવશે (33) અને બ્રિજેશ હેમંત જોશી (30) તરીકે કરવામાં આવી છે.

ઘાયલોમાં  વૈભવ ઘેનંદ (38), પવન ચૌરસિયા (25), લાવણ્યા ગણેર (5), દિવ્યા ગણેર (7) અને કુણાલ કાશીદ (26) નો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઘાયલ તમામ લોકોની સ્થિતિ હાલમાં સ્થિર છે.

બે બાળકો પણ અકસ્માતનો ભોગ બન્યા

આ ઘટનામાં બે નાની ઉંમરના બાળકો ઘાયલ થતાં ચિંતા વધી હતી. પાંચ અને સાત વર્ષની લાવણ્યા ગણેર તથા દિવ્યા ગણેરને પણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ઘટના બાદ પોલીસે અને નાગરિક તંત્રએ સ્થળ પર ભીડને નિયંત્રિત કરી હતી. અકસ્માત કયા સંજોગોમાં થયો અને મૂર્તિ કેવી રીતે પડી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો