પથ્થરના શહેર રાજુલા ખાતે કાર્યરત જાયન્ટસ પરીવાર દ્વારા તા. 2/8/26 ના રોજ વૃન્દાવન ગાર્ડન હોટલના બેન્ક્વેટ હોલ ખાતે “બરખા બહાર” શિર્ષક હેઠળ ફિલ્મ સંગીત અને જાયન્ટસ પરિવારનો પ્રવૃત્તિ અહેવાલ અને નવા હોદ્દેદારો ની વરણી નો કાર્યક્રમ ‘બરખા બહાર’ ના પ્રોજેક્ટ ચેરમેન બિપીનભાઈ લહેરી ની અધ્યતા મા યોજાયો હતો.
જાયન્ટસ પરિવાર રાજુલાના આ કાર્યક્રમ મા સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય મહેમાનો દ્વારા તેમજ સમૂહ પ્રાર્થના દ્વારા થયો હતો.મહેમાનો ને આવકાર તથા પૂર્વ ભૂમિકા વિજયભાઈ મહેતાએ કરી હતી. જાયન્ટસ નો પ્રવૃત્તિ અહેવાલ તેમજ નવા હોદ્દેદારો ની વરણીની જાહેરાત ભુપતભાઈ જોષીએ કરી હતી જેમા પ્રમુખ તરીકે શશિભાઈ રાજ્યગુરુ કવિ ‘હેમાળવી’, ઉપ પ્રમુખ તરીકે ઉમેશભાઈ વાળા, મહામંત્રી તરીકે પ્રવિણભાઈ જાની, સહ મંત્રી તરીકે મહેશભાઈ વ્યાસની નિમણૂક ની દરખાસ્ત થઈ હતી. જેને હાજર જાયન્ટસ પરિવાર સદસ્યો એ સહમતી દર્શાવતા સર્વાનુમતે વરણી કરવામા આવી હતી.
નવા વરાયેલા પ્રમુખ તથા હોદેદારોનુ જાયન્ટસ પરિવારના સદસ્યો એ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યુ હતુ. પ્રાસંગિક પ્રવચનમા દિપકભાઈ ત્રિવેદી જાયન્ટસ ના વિતેલા વર્ષો ના સંસ્મરણો અને જાયન્ટસ ની પ્રવૃત્તિ થી હાજર શ્રોતાઓ ને અમગત કર્યા હતા.અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત લોકસાહિત્યકાર શ્રી શૈલેષભાઈ વાઘેલાએ નવનિયુક્ત હોદેદારો ને શુભેચ્છાઓ આપતા જણાવ્યુ હતુ કે જાયન્ટસ પરિવાર સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્ય કરી રહેલ છે.નવા સુકાનીઓ જાયન્ટસ પરીવાર ની પ્રવૃત્તિનેવેગ આપશે એમ જણાવ્યુ હતુ.
નવાવરાયેલા પ્રમુખ શ્રી શશિભાઈ રાજ્યગુરુએ આગામી સમયમા રાજુલા શહેર તથા આસપાસ ના વિસ્તારોમા સમાજ ઉપયોગી કાર્યક્રમો જાયન્ટસ પરીવાર ના સદસ્યો ને સાથે રાખી ને કરવાની નેમ રાખી હતી.આ નિમિત્તે જાયન્ટસ પરિવાર ના દિવંગત થયેલા સદસ્યો સ્વ.હસમુખભાઇ મકવાણા,સ્વ. ડો. હિરાણી સાહેબ,સ્વ.ડો. લાડુમોર સાહેબ,સ્વ.વસંતભાઈ મહેતા,સ્વ.અશરફભાઈ હિરાણીને શ્રધ્ધાંજલિ આપવામા આવી હતી.
“બરખા બહાર” ના હિન્દી ફિલ્મ ગીતો મઢ્યા આ કાર્યક્રમ મા રાજુલા ના જાણીતા ફિલ્મ ગાયકો વલ્લભભાઈ ડાભી એ મુકેશ ના વોઈસ મા, મીલનભાઈ જાખરા એ મહંમદ રફીના વોઈસ મા,શશિભાઈ રાજ્યગુરુએ કિશોર કુમાર, ભાવિકભાઈ સંઘવી એ સદા બહાર હિન્દી ફિલ્મો ના ગીતો રજુ કર્યા હતા ને હાજર શ્રોતાઓ જુમી ઉઠ્યા હતા.
આ કાર્યક્રમમા ડો. વાઘમશી સાહેબ,ઉમેશભાઈ મોદી,મનજીભાઈ ટાંક, રાવતભાઈ ગોહીલ, ભૂપતભાઇ જોષી,વિજયભાઈ જોષી, ધર્મેન્દ્રભાઈ જોષી,ઈનાયતભાઈ લક્ષ્મીધર, કુતુબભાઈ કપાસી, ગોપાલભાઈ રાઠોડ,વિપુલભાઈ લહેરી,કીરીટભાઈ વ્યાસ, જીતુભાઈ તૈરૈયા, ભરતભાઇ કળસરીયા-TDOખાંભા, રાકેશભાઈ દવે, હર્ષદભાઈ હડીયા,પ્રવિણભાઈ જાની, મહેશભાઈ વ્યાસ,મનસુખભાઈ વાઘેલા.કમલેશભાઈ વાળા, હર્ષદભાઈ રવૈયા, દિનેશભાઈ ગુજ્જર, ભવદિપભાઈ પંડ્યા હાજર રહ્યા હતા.જાણીતા ઉદ્યોગ પતિ મનુભાઈ ધાખડા, દિલુભાઈ કોટીલા,મનસુખભાઈ જોષી,સંજયભાઈ ત્રિવેદીએ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમનુ સંચાલન વિજયભાઈ મહેતાએ કર્યુ હતુ.કાર્યક્રમ ના અંતે સમૂહ ભોજન તેમજ
પ્રવિણભાઈ જાની એ સમગ્ર કાર્યક્રમ ને ઓપ આપ્યો હતો..
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







