યોગેશ ઉનડકટ: સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંક લિમિટેડની ડિરેક્ટર મંડળની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ શરૂ થતાં જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. આ ચૂંટણીમાં સાવરકુંડલાના નિવૃત્ત શિક્ષક અને પત્રકાર બીપીનભાઇ પાંધી (પત્રકાર પાંધીસર)એ કોઈપણ રાજકીય પક્ષ કે આંતરિક જૂથબંધીથી દૂર રહી સ્વતંત્ર ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ બેંકમાં રજૂ કર્યું છે.
બીપીનભાઇ પાંધી લાંબા સમય સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપ્યા બાદ નિવૃત્તિ પછી પત્રકારત્વ સાથે જોડાયેલા છે. પત્રકારત્વના માધ્યમથી તેઓ સાવરકુંડલા શહેર અને તાલુકાના વિવિધ પ્રજાકીય પ્રશ્નો, રસ્તા, પાણી, વીજળી સહિતના સ્થાનિક પ્રશ્નોને સતત વાચા આપતા રહ્યા છે.
બેંકમાં પારદર્શકતા અને આધુનિકીકરણનો સંકલ્પ
ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પોતાની પ્રાથમિકતાઓ અંગે વાત કરતા બીપીનભાઇ પાંડીએ જણાવ્યું હતું કે તેઓ કોઈ પક્ષ, પેનલ કે જૂથના બેનર હેઠળ નહીં, પરંતુ બેંકના સભાસદો અને સ્થાનિક નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડી રહ્યા છે.
તેમણે બેંકના વહીવટમાં સંપૂર્ણ પારદર્શકતા લાવવી, સભાસદોના હિતોનું રક્ષણ કરવું અને બેંકને ડિજિટલ યુગ સાથે સુસંગત બનાવી આધુનિકીકરણ કરવું મુખ્ય લક્ષ્ય હોવાનું જણાવ્યું હતું.
વેપારીઓ અને ગ્રાહકો માટે સુવિધાઓ વધારવા પર ભાર
બીપીનભાઇ પાંડીએ વધુમાં જણાવ્યું હતું કે, જો તેઓ ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવશે તો સ્થાનિક વેપારીઓને સરળતાથી ધિરાણ ઉપલબ્ધ થાય, ગ્રાહકોને ઝડપી ડિજિટલ બેંકિંગ સુવિધાઓ મળે અને બેંકનો વહીવટ કોઈપણ પ્રકારના પક્ષપાત વિના પારદર્શક રીતે ચાલે તે માટે પ્રયાસ કરશે.
તેમણે શિક્ષક તરીકેના અનુભવ અને પત્રકાર તરીકેની જાહેરજીવન સાથેની કામગીરીને બેંકના સભાસદોના હિતમાં ઉપયોગ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સ્વતંત્ર ઉમેદવારીથી ચર્ચા
રાજકીય પક્ષો અને આંતરિક જૂથબંધીથી દૂર રહીને બેંકના વિકાસ અને સભાસદોના હિતના મુદ્દા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી બીપીનભાઇ પાંધીની ઉમેદવારીને લઈને બેંકના સભાસદો અને સ્થાનિક વર્ગોમાં ચર્ચા જોવા મળી રહી છે.
હવે ચૂંટણી પ્રક્રિયા આગળ વધતા અન્ય ઉમેદવારોની ઉમેદવારી અને ચૂંટણીના સમીકરણો પર પણ સૌની નજર રહેશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







