મેહુલ ત્રિવેદી, ધારી/ ગીર પૂર્વ વન વિભાગના જસાધાર રેન્જ હેઠળના નાના સમઢિયાળા ગામમાં 2થી 3 વર્ષનો સિંહ ખુલ્લા કૂવામાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે તાત્કાલિક પહોંચીને સ્થાનિકોના સહયોગથી સિંહનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું હતું.
ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી જસાધાર રેન્જના નાના સમઢિયાળા ગામે સિંહના રેસ્ક્યૂની ઘટના સામે આવી છે. ગામમાં હિંમતભાઈ વાલજીભાઈ રાખોલિયાના ખુલ્લા ખેતરમાં આવેલા કૂવામાં અંદાજે 2થી 3 વર્ષનો સિંહ પડી ગયો હોવાની માહિતી વન વિભાગને મળી હતી.
માહિતી મળતાની સાથે જ જસાધાર રેન્જના જસાધાર રાઉન્ડનો સ્ટાફ તેમજ તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ બંને રેન્જની ટીમોએ સિંહને કોઈ ઈજા કે નુકસાન ન થાય તેની ખાસ તકેદારી સાથે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.
સ્થાનિક ગ્રામજનોના સહયોગથી વન વિભાગની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી હતી અને આખરે સિંહને કૂવામાંથી સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. રેસ્ક્યૂ દરમિયાન વન્યજીવની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
રેસ્ક્યૂ બાદ સિંહને જરૂરી તબીબી તપાસ અને સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. ત્યાં વન વિભાગની ટીમ દ્વારા તેની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ આગળની સારવાર તથા કાર્યવાહી કરવામાં આવશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







