ગુજરાત સરકારે નાગરિક સેવાઓને વધુ સરળ બનાવવા ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલ હેઠળ મહત્વપૂર્ણ પ્રમાણપત્રોની ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. છેલ્લા ચાર મહિનામાં 1 લાખથી વધુ નાગરિકોએ આ સેવાનો લાભ લીધો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે આ સુવિધા ઉપયોગી બની રહી છે.
સાત મહત્વપૂર્ણ પ્રમાણપત્રો હવે ઓનલાઈન
રાજ્ય સરકારના ડિજિટલ સેવા અભિયાન હેઠળ નાગરિકો હવે વિવિધ જરૂરી પ્રમાણપત્રો માટે ઘરેથી જ ઓનલાઈન અરજી કરી શકે છે. સરકારી માહિતી મુજબ હાલમાં 7 પ્રકારના પ્રમાણપત્રો આ સુવિધા હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર, EWS પાત્રતા પ્રમાણપત્ર, બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર, ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર, વિચરતી-વિમુક્ત જાતિ પ્રમાણપત્ર અને આવકનું પ્રમાણપત્ર સામેલ છે.
અરજી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ e-Sign સાથેનું ડિજિટલ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવાની સુવિધા આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓ અને નોકરીના ઉમેદવારોને મોટી રાહત
જાતિ, આવક અને EWS જેવા પ્રમાણપત્રોનો ઉપયોગ શૈક્ષણિક પ્રવેશ, સ્કોલરશિપ તેમજ વિવિધ ભરતી પ્રક્રિયામાં થતો હોય છે. આવા દસ્તાવેજો મેળવવા માટે અગાઉ સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા.
હવે ઓનલાઈન પ્રક્રિયાના કારણે સમય અને મહેનત બંને બચી શકે છે. ડિજિટલ પ્રમાણપત્રો WhatsApp અને DigiLocker જેવા માધ્યમો પર પણ ઉપલબ્ધ થવાની સુવિધા હોવાથી જરૂરિયાત સમયે દસ્તાવેજનો ઉપયોગ કરવો વધુ સરળ બનશે.
ચાર મહિનામાં 1 લાખથી વધુ નાગરિકોએ લીધો લાભ
વિકસતી જાતિ કલ્યાણ નિયામકની યાદી મુજબ, ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા ચાર મહિનામાં 1 લાખથી વધુ લોકોએ ઓનલાઈન પ્રમાણપત્ર સેવાઓનો લાભ લીધો હોવાનું જણાવાયું છે.
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આ પહેલનો હેતુ સરકારી સેવાઓને વધુ ઝડપી, પારદર્શક અને નાગરિકલક્ષી બનાવવાનો છે.
નાગરિકોને જરૂરી પ્રમાણપત્રો માટે ઓફલાઈન પ્રક્રિયામાં સમય પસાર કરવાને બદલે ડિજિટલ માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
જાતિ, આવક સહિતના વિવિધ ૦૭ પ્રમાણપત્રો https://www.digitalgujarat.gov.in/Services/SugamDGAbhiyanServices.aspx પોર્ટલ પર ઉપલબ્ધ
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







