સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ પદાર્થોના ગેરકાયદે વેચાણ અને સંગ્રહ સામે તંત્રની કાર્યવાહી તેજ બની છે. વઢવાણ તાલુકાના અણીદ્રા ગામે પુરવઠા વિભાગની આકસ્મિક તપાસ દરમિયાન લાઇસન્સ અને જરૂરી મંજૂરી વગર ડીઝલનું વેચાણ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે.

જિલ્લા કલેક્ટર G.H. Solankiના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી A.G. Gajjar અને તેમની ટીમે અણીદ્રા ગામમાં આવેલા ‘સત્યમ પેટ્રોલીયમ’ (BPCL) ખાતે તપાસ હાથ ધરી હતી.

મીની બ્રાઉઝરથી ગામડાઓમાં ડીઝલ વેચાતું હતું

તપાસ દરમિયાન પેટ્રોલ પંપ પર એક મોબાઇલ મીની બ્રાઉઝર મળી આવ્યું હતું. આ બ્રાઉઝરનો ઉપયોગ આસપાસના ગામોમાં ડીઝલ પહોંચાડી તેનું વેચાણ કરવા માટે થતો હોવાની વિગતો તપાસમાં સામે આવી હતી.

પુરવઠા વિભાગની ટીમે બ્રાઉઝર સાથે જોડાયેલા ડિસ્પેન્સિંગ યુનિટની પણ તપાસ કરી હતી. આ સાધન માટે જરૂરી કાયદેસરની મંજૂરીઓ લેવામાં આવી હતી કે નહીં તેની ચકાસણી કરતાં ગંભીર ગેરરીતિ સામે આવી હતી.

PESO લાઇસન્સ અને કેલિબ્રેશન વગર જ કામગીરી

તપાસમાં સામે આવ્યું કે મોબાઇલ બ્રાઉઝર અને ડિસ્પેન્સિંગ યુનિટ માટે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરમિટ, PESO લાઇસન્સ, સ્ટેમ્પિંગ અને કેલિબ્રેશન મેળવવામાં આવ્યા નહોતા.

આવી ફરજિયાત મંજૂરી વિના પેટ્રોલિયમ પદાર્થનું વેચાણ કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવતા પુરવઠા વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

900 લીટર ડીઝલ સહિત ₹12.88 લાખનો મુદ્દામાલ સીઝ

કાર્યવાહી દરમિયાન પુરવઠા વિભાગે મીની બ્રાઉઝર અને તેની સાથે જોડાયેલા ડિસ્પેન્સિંગ યુનિટને સીઝ કર્યા હતા. તેની અંદાજિત કિંમત રૂ. 12,00,000 હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત બ્રાઉઝરમાં રહેલું આશરે 900 લીટર ડીઝલ, જેની કિંમત લગભગ રૂ. 88,920 આંકવામાં આવી છે, તે પણ કબજે કરવામાં આવ્યું હતું. આમ, તપાસ દરમિયાન કુલ રૂ. 12,88,920નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

પેટ્રોલિયમના ગેરકાયદે વેચાણ સામે તપાસ  

જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પેટ્રોલિયમ પદાર્થોના ગેરકાયદે વેચાણ અને સંગ્રહ સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના વેચાણ દરમિયાન જરૂરી લાઇસન્સ, પરમિટ અને માપ-તોલ સંબંધિત મંજૂરીઓનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.

અણીદ્રા ગામે થયેલી આ કાર્યવાહી બાદ પેટ્રોલિયમ પદાર્થોના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા લોકોમાં ચકચાર જોવા મળી છે. તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આવી તપાસ ચાલુ રાખવામાં આવશે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો