ભારતીય ક્રિકેટ બોર્ડની ખૂબ જ પ્રખ્યાત એવી IPL નો અનેક વિઘ્નો બાદ આજે શુભારંભ ભારતીય સમય મુજબ સાંજ ના 7-30 કલાકે થશે. IPL-13 ની પ્રથમ મેચ આજે યોજાશે. આ વર્ષે કોરોના મહામારીના કારણે માર્ચ મહિના માં શરૂ થનાર IPL-13 ના આયોજન માં ઘણા વિઘ્નો આવ્યા બાદ અંતે યુ.એ.ઈ. ખાતે આજે પ્રથમ મેચ યોજવા જઇ રહી છે. જેમાં આ ટુર્નામેંટની પ્રથમ મેચ મુંબઈ અને ચેન્નઈ વચ્ચે યોજાશે પરંતુ દર વખતે કરતાં અનેક ફેરફારો સાથે IPL-13 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર વખતેની જેમ ભરચક મેદાન અને ચીયર્સ લીડર જોવા નહીં  મળે આ ઉપરાંત ભારત માં એક પણ મેચ નું આયોજન કરવામાં નહીં આવે તમામ મેચ યુ.એ.ઈ માં જ યોજસે જેમાં શારજાહમાં , દુબઈ અને અબુધાબી માં યોજાશે. IPL-13 માં કુલ 8 ટીમ રમશે અને દર વર્ષે ફાઇનલ મેચ રવિવાર ના યોજાય છે જ્યારે આ વર્ષે ફાઇનલ મેચનું આયોજન મંગળવાર ના રોજ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી થી IPl માં ઘણા નિયમો માં ફેરફાર કરવાં આવ્યા છે.