ભાવનગર જીલાલના ગારીયાધાર તાલુકા ની પંચાયત કચેરી ખાતે નવા ચુંટાયેલા ૩૯ ગામના સરપંચ શ્રી ઓનો સત્કાર સમારોહ યોજી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે ગ્રામ પંચાયતની ચુંટણી વિજેતા થયેલ ફુલહાર કરી ટ્રોફી સાથે સન્માનિત કરાયા હતા .નવ નિયુક્ત વિજેતા થયેલ સરપંચો  આવનાર પાંચ વર્ષમાં ગામમાં વિકાસના કામો કરી ગામનો વિકાસ કરવા જણાવ્યું હતું.

આ તકે સરપંચોના સત્કાર સમારોહમાં અધ્યક્ષસ્થાને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઇ રાઠોડ,જીલ્લા કોંગ્રેસ મહામંત્રી .એમ.ખેની ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમીતભાઇ લવતુકા, માવજીભાઇ શિયાળ, ગોકુળભાઇ આલ, રતનસિહ ગોહિલ, તાલુકાપ્રમુખ ધનજીભાઇ કથીરીયા, ઉપપ્રમુખ કનુભાઇ સાંડસુર, રાકેશભાઇ કેવડીયા, તાલુકા કાર્યકારી કોગ્રેસ મહાવિરસિંહ ગોહિલ તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઇ ગોધાણી સહિત હાજર રહી સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.