મુંબઈ ઇન્ડિયન્સએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી162 રન નો ટાર્ગેટ ચેન્નાઈ સુપરકિંગ્સને આપ્યો હતો .જેમાં તિવારીએ સૌથી વધુ 42 રન કર્યા હતા. જયારે ડી કોકે 33 રનનું ફટકાર્યા હતા તથા કેપ્ટન રોહિત શર્મા એ 12 રન કર્યા હતા. ચેન્નાઇ સુપરકિંગ્સની વાત કારમાં આવે તો ગિડીએ 3 વિકેટ, જયારે ચહરે અને રવિન્દ્ર જાડેજા 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ચેન્નાઈ સુપરકિંગ્સની શરૂઆત ખૂબ જ કંગાળ રહી હતી બે વિકેટ ફક્ત 5 રન માં ગુમાવી હતી તથા પ્લેસીસે 58 રન અને રાયડુ 71 રન ફટકારી બાજી પલટાવી હતી ચેન્નાઈ સુપરકિંગ્સએ 19.2 ઓવર માં 5 વિકેટ ગુમાવી 166 રન કરી જીત મેળવી હતી .