પૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન, ભાજપના સ્થાપક સભ્ય અને રાજસ્થાનના નેતા જસવંતસિંહનું આજે 82 વર્ષની વયે નિધન થયુ છે. માથમાં ઈજા થવાથી જસવંતસિંહ 2014થી જ કોમામાં સરી ગયા હતા. દિલ્લી સ્થિત આર્મી હોસ્પિટલે મલ્ટી ઓર્ગેન ફેલ્યોરને કારણે આજે સવારે 6.55 કલાકે તેમને મૃત જાહેર કર્યા. મહત્વનુ છે કે છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત વધુ લથડી હતી. તેમને જૂન મહિનામાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકારમાં જશવંતસિંહ 1996 થી 2004 દરમિયાન રક્ષા, વિદેશ અને નાણાં મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી.જ્યારે વર્ષ 2014માં ભાજપ દ્વારા જસવંતસિંહને બાડમેર લોકસભાની ચૂંટણી માટે ટિકિટ ન ફાળવતા જસવંતસિંહ પાર્ટી છોડીને અપક્ષ તરીકે લડ્યા પરંતુ તેમને હાર નો સામનો કરવો પડ્યો હતો. તે જ વર્ષે દરમ્યાન તેમને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા તે કોમાં માં સરી પડ્યા હતા.અને આજે તેમનું 82 વર્ષની વયે અવસાન થયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જસવંતસિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.