પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: હવે લગ્ન સમારંભમાં 100 ને બદલે 200 લોકો ભાગ લઈ શકશે. 03 નવેમ્બરથી થશે અમલ
ગુજરાત સરકાર દ્વારા  મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં લગ્ન સમારંભમાં ૧૦૦ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા (SOP) મુજબ ૨૦૦ લોકોની છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવાઅને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે આ છૂટછાટનો અમલ 3 નવેમ્બર 2020 થી રાજ્યભરમાં થશે. ગુજરાતમાં લગ્નની સિઝન નજીક હોય આ સમાચારથી આ પ્રકારના પ્રસંગના આયોજકો તથા આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા ધંધાર્થીઓ બંનેને લાભ થશે તેવું માનવમાં આવી રહ્યું છે. ભવ્ય પોપટ, પત્રકાર