રાજુલા શહેર ખાતે શશીભાઇ રાજગુરુ કવિ ‘હેમાળવી’ સંચાલિત સૌરભ સંસ્થાન દ્વારા કવયિત્રી સ્વ. જ્યોત્સનાબેન તેરૈયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કવિ સંમેલન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું સફળ આયોજન શહેરના ગાંધી મંદિર હોલ ખાતે સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું. જેમાં શહેર અગ્રણીઓ, વેપારીઓ, શિક્ષકો, તેમજ નગર શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મહેમાનો દ્વારા તેમજ પ્રાર્થના સમૂહ સ્વર કરવામાં આવી હતી. આ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ભાનુભાઇ રાજગોર, લોકસાહિત્યકાર જોરુભાઈ ધાખડા, કવિ-લેખક જે.પી.ડેર સાહેબ, જાણીતા ભજન આરાધક શૈલેષભાઈ વાઘેલા, ધારી હાઈસ્કૂલના નિવૃત પ્રિન્સિપાલ મનુ દાદા તેમજ વૈદિક મર્મગ્નશ્રી ભરતભાઈ રાજ્યગુરુ વગેરે વક્તાઓએ પ્રાસંગિક પ્રવચન અને શ્રદ્ધાંજલિના પુષ્પો અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે જયોત્સનાબેન તેરૈયાના પુસ્તક ‘ત્વરીતા’ કાવ્યસંગ્રહના દરેક કાવ્યો પર વિશદ છણાવટ તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શશિભાઈ રાજ્યગુરુએ કર્યુ હતું. કવિ સંમેલનમાં કવિશ્રી જે.પી. ડેર સાહેબ, જાગૃતીબેન રાજ્યગુરુ, જગદીશભાઈ રાવળ, કવિ ‘હેમાળવી’, નવીનભાઈ નાયી, શામજીભાઈ બાબરીયાધાર, સાવજ ભાઈ આહીર, વિધિબેન મહેતા, પૂર્વીબેન લુહાર, નસીમબેન પઠાણ વગેરેએ તેમની રચનાઓ સાથોસાથ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભજન આરાધક શૈલેષભાઈ વાઘેલા તેમજ લોક સાહિત્યકાર જોરુભાઈ ધાખડાએ ચારણી સાહિત્યની માર્મિક વાતો રજુ કરી હતી.
સ્વ. જ્યોત્સનાબેન તેરૈયાના પરીવારજનો એવા જયભાઈ તેરૈયા, વિજયભાઈ તેરૈયા,અપેક્ષાબેન મનુદાદા ધારીવાળા, બળુભાઈ તેરૈયા, અશોકભાઈ જોષી વગેરે હાજર રહ્યા હતા. તેમજ નિ. નાયબ મામલતદાર જયંતિભાઈ તેરૈયાએ શુભેચ્છા પાઠવી હતી. સૌરભ સંસ્થાનના કવિઓ ભૂમિબેન પંડ્યા, વિજયભાઈ પ્રજાપતિ ‘કુમાર’, નયનાબેન ગોહિલ-વડોદરા, ઉમેશભાઈ જોષી-રાજકોટ, ઉદયભાઈ દેસાઈ-કુકાવાવ, મહેન્દ્ર ભાઈ જોષી-અમરેલી, હિનલબેન જોષી-હોંગકોંગ, વગેરે એ ટેલિફોનીક શ્રધ્ધાંજલિ પાઠવી હતી. ગાંધી મંદિર હોલના કેમ્પસ ડાયરેકટર પ્રવિણભાઈ જાની તેમજ વલ્ડ વાઈલ્ડ લાઈફના વિપુલભાઈ લહેરીએ માર્ગદર્શન આપ્યુ હતું. કાર્યક્રમની આભાર વિધિ મિનાક્ષીબેન યાજ્ઞીકે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું ફેસબુક, યુટ્યુબ પ્રસારણ વાઘેલા આર્ટના મનસુખભાઈ વાઘેલાએ કર્યુ હતું . સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા હરેશભાઈ તેરૈયાએ સફળ આયોજન કર્યું હતું