ગુજરાતમાં કોરોનાની હાલની પરિસ્થિતીને ધ્યાને લઈ NCP પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ તેમજ રાજકોટ NCP ટીમ દ્વારા આજે બપોરે ૧૨:૩૦ વાગે રાજકોટ કલેક્ટરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માં ઝીરો વેઇટિંગ થાય સાથોસાથ ઓક્સીજન અને તમામ મેડિકલ સુવિધા યુદ્ધના ધોરણે દર્દીઓને પુરી પાડવામાં આવે તેમજ રાજકોટ જીલ્લાના છેવાડાના ગામડા સુધી covid ના દર્દીને તમામ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આવેદન આપશે
ઉપરોક્ત માંગણી આગામી તારીખ 10 સુધીમાં જો પૂર્ણ નહીં કરવામાં આવે તો રેશ્મા પટેલ જૂનાગઢ સિવિલ ખાતે “અમરણ ઉપવાસ” પર બેસશે જેને રાજકોટ NCP ટીમ દ્વારા પૂરું સમર્થન આપવામાં આવશેtતેવી ચીમકી પણ આપવામાં આવી છે