સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરીષદ તથા બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધી ના નિવેદન પર વિરોઘ પ્રદર્શન કરવામાં આવ્યુ…

યોગેશ ઉનડકટ , બ્યુરોચિફ અમરેલી/
સાવરકુંડલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એ પોતાના ભાષણમાં ભારતની સંસદની અંદર હિન્દુઓને હીંસક કહીને આખા હિન્દુ સમાજનું અપમાન કર્યું છે. આ એક સમજીવિચારીને હિન્દુઓને બદનામ કરવાનું ષડયંત્ર છે સાવરકુંડલામાં હિન્દુ સમાજનો ઉગ્ર વિરોધ પ્રદર્શન, આકરો આક્રોશ વ્યક્ત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી
આજે સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધી નો વિરોધ પ્રદર્શન રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે કરવામાં આવ્યો હતો હિન્દુ સમાજે ભારે રોષ અને લાગણી વ્યક્ત કરીને ભારત સરકારને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સાવરકુંડલા જિલ્લા અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પરમાર, સૌરાષ્ટ્ર પ્રાંત ગૌસેવા – બાબુભાઈ સોલંકી, વિ.હી.પ. સાવરકુંડલા અધ્યક્ષ જૈનમભાઈ અંબાણી, મંત્રી જતિનભાઈ ઠાકર, બજરંગ દળ સંયોજક અરૂણભાઈ ગોંડલીયા, સહસંયોજક ભાવિનભાઈ ગોરડીયા, કિશનભાઈ જાદવ, જિ. પ્રચાર-પ્રસાર આલકુભાઈ ખુમાણ, ધર્મચાર્ય સંપર્ક સુમીતભાઈ મશરૂ તથા હિન્દુ યુવા સંગઠન, સદભાવના ગ્રુપ, ભગતસિંહ યુવા ગ્રુપ, માનવ મંદિર આશ્રમ, કબિર ટેકરી આશ્રમ, કૃષ્ણ જન્મોત્સવ સમિતિ, શ્રીજી ગૌસેવા ચેરી. ટ્રસ્ટ, તાત્કાલિક હનુમાનજી આશ્રમ, હિન્દુ ધર્મ સેના, વિશ્વ હિન્દુ મહા સંઘ, પતંજલી યોગ સમિતી, મહાપ્રભુજી બેઠકજી, મેલડીઘામ આશ્રમ, બકુટ હનુમાનજી મંદિર સહિત મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મો રક્ષતિ રક્ષિત: સૂત્રોચ્ચાર કરીને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.