અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં શરૂ થયેલી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ માં દર્દીઓને દાખલ કરવામાં સરકારે નવો તાઇફો કાઢ્યો છે માત્ર 108માં આવનાર દર્દીને જ દાખલ કરવાનો અસંવેદનશીલ નિર્ણય લેતા અનેક ગંભીર દર્દીઓ રઝળતા થઈ ગયા હતા અને સરકારની આવી નીતિ સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે, એક તરફ 108 પણ તુરંત પહોચતી નથી અને દર્દી પાસે હોસ્પિટલ સુધી પહોચવાણી અન્ય સગવડ હોય ત્યારે તે 108ની રાહે ન રહી અને સીધા હોસ્પિટલ એ પહોચે છે ત્યારે આવા વાહિયાત નિર્ણય થી જનતામાં રોષ ભભૂકી ઉઠ્યો છે આવા  સંજોગોમાં સરકારે પણ ફેરવિચારણા કરવી જરૂરી બની ગઈ છે.