મોદી સરકાર 3.0એ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ 72 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. મોદી સરકાર 3.0માં ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 11 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બિહારમાંથી આઠ મંત્રીઓ છે. આવો જાણીએ ક્યા રાજ્યમાંથી કેટલા મંત્રીઓને સરકારમાં સામેલ કરવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશ: નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, હરદીપ પુરી, જયંત ચૌધરી, જિતિન પ્રસાદ, પંકજ ચૌધરી, અનુપ્રિયા પટેલ, એસપી સિંહ બઘેલ, કીર્તિવર્ધન સિંહ, બીએલ વર્મા, કમલેશ પાસવાન, (11)
બિહાર: જીતન રામ માંઝી, રાજીવ રંજન સિંહ ‘લલન સિંહ’, ગિરિરાજ સિંહ, ચિરાગ પાસવાન, રામનાથ ઠાકુર, નિત્યાનંદ રાય, સતીશ ચંદ દુબે, રાજભૂષણ ચૌધરી (8)
ગુજરાત: અમિત શાહ, જેપી નડ્ડા, એસ જયશંકર, મનસુખ માંડવિયા, સીઆર પાટીલ, નિમુબેન બાંભણિયા (6)
મધ્ય પ્રદેશ: શિવરાજ ચૌહાણ, વીરેન્દ્ર કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, દુર્ગાદાસ ઉઇકે, સાવિત્રી ઠાકુર (5)
કર્ણાટક: નિર્મલા સીતારમણ, એચડી કુમારસ્વામી, પ્રહલાદ જોશી, વી સોમન્ના, શોભા કરંદલાજે (5)
મહારાષ્ટ્રઃ પીયૂષ ગોયલ, પ્રતાપરાવ જાધવ, રામદાસ આઠવલે, રક્ષા નિખિલ ખડસે, મુરલીધર મોહોલ (5)
રાજસ્થાનઃ ભૂપેન્દ્ર યાદવ, ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ, ભગીરથ ચૌધરી (4)
આંધ્ર પ્રદેશ: કે રામ મોહન નાયડુ, ચંદ્રશેખર પ્રેમાસામી, ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા (3)
હરિયાણા: મનોહર લાલ, રાવ ઈન્દ્રજીત સિંહ, કૃષ્ણપાલ ગુર્જર (3)
ઓડિશા: ધર્મેન્દ્ર પ્રધાન, જોએલ ઓરમ, અશ્વિની વૈષ્ણવ (3)
આસામ: સર્બાનંદ સોનોવાલ, પવિત્રા માર્ગારેથા (2)
ઝારખંડ: અન્નપૂર્ણા દેવી, સંજય શેઠ (2)
તેલંગાણા: જી કિશન રેડ્ડી, બંડી સંજય કુમાર (2)
અરુણાચલ પ્રદેશ: કિરેન રિજિજુ (1)
જમ્મુ અને કાશ્મીર: જિતેન્દ્ર સિંહ (1)
ગોવા: શ્રીપત નાઈક (1)
પશ્ચિમ બંગાળ: શાંતનુ ઠાકુર, સુકાંત મજુમદાર (2)
કેરળ: સુરેશ ગોપી, જ્યોર્જ કુરિયન (2)
તમિલનાડુ: એલ મુરુગન (1)
ઉત્તરાખંડ: અજય તમટા (1)
પંજાબઃ રવનીત સિંહ ‘બિટ્ટુ’ (1)
છત્તીસગઢ: ટોકન સાહુ (1)
દિલ્હીઃ હર્ષ મલ્હોત્રા (1)