આજે 14 નવેમ્બર ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના જન્મ દિવસ નિમિતે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 27 મે 1964 ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના અવસાન બાદ દર વર્ષે તેમની જન્મજયંતી ના રોજ બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા આથી બાળ દિવસ ઉજવવા માટે એમના જન્મદિવસની પસંદ કરવામાં આવી. જેમનો મુખ્ય ઉદ્દેશ બાળકોના અધિકાર,શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા અને તેમની સરસંભાળ માટે આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
વર્ષ 1954 થી બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે
UN દ્વારા 2૦ નવેમ્બર 1954 ના રોજ બાળદિવસ ઊજવવાની જાહેરાત કરવામાં આવી હતી અને ભારતમાં 20 નવેમ્બર ના રોજ બાળ દિવસ ઉજવવામાં આવતો હતો પરંતુ પંડિત જવાલાલ નેહરૂના 27 મે 1964ના રોજ નિધન બાદ બાળકો પ્રત્યે તેમના પ્રેમ ને જોતાં સર્વસંમતિથી નિર્ણય થયો કે હવેથી દર વર્ષે ૧૪ નવેમ્બરના રોજ ચાચા નહેરુના જન્મદિવસ પર દિવસ બાળ દિવસ ઉજવવામાં આવશે ત્યારબાદ દર વર્ષે ભારતમાં ૧૪ નવેમ્બરના રોજ બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે