આજે તારીખ 3 નવેમ્બર 2020ને મંગળવારના રોજ ગુજરાત વિધાનસભાની કુલ 8 બેઠક પર છૂટની યોજવા જય રહી છે જેમાં આજે સવારે 7 વાગ્યાથી સાંજ ના 6 વાગ્યા સુધી 8 વિધનસભાના મતદારો મતદાન કરી સકશે.
8 બેઠકો પર ની ચૂંટણી માં કુલ 81 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
8 બેઠકના કુલ મતદારો
કુલ મતદારો 18,75,032
પુરુષ મતદારો 9,69,834
સ્ત્રી મતદારો 9,05,170
ત્રીજી જાતિના મતદારો 28
સેવા મતદારો 857
- 8 વિધાનસભામાં કુલ 1807 મતદાન મથક સ્થળો છે અને 3024 મતદાન મથકો પર મતદાન યોજાશે. 1 મતદાન મથક દીઠ 1500 મતદારો ના બદલે 1000 મતદારો મતદાન કરી શકશે
- મતદાન મથકો ખાતે આશેર 419 માઇક્રો ઓબ્સેર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે 900 જેટલા મતદાન મથકો પરથી લાઈવ વેબ્કસ્ટિંગ કરવામાં આવશે અને કુલ 324 સેક્ટર રુટ પર સેક્ટર ઓફિસર ની નિમણૂક કરવામાં આવી છે તથા ચૂંટી પંચ દ્વારા 8 જનરલ ઓબ્સેર્વર તથા 8 ખર્ચ માટેના ઓબ્સેર્વરની નિમણૂક કરવામાં આવી છે
મતદાન માટે કયા પુરાવા રજૂ કરવાના રહેશે
- ચૂંટણી પાંચ તરફથી આપવામાં આવેલ મતદાર ફોટો (EPIC) (ચૂંટણી કાર્ડ)રજૂ કરવાનું રહેશે કોઈ સંજોગોમાં EPIC રજૂ ના કરી સકે ત્યારે
- આધાર કાર્ડ
- માનરેગા જોબ કાર્ડ
- બેન્ક / પોસ્ટ દ્વારા આપવામાં આવેલી ફોટોગ્રાફ સાથેની પાસ બૂક
- શ્રમ મંત્રાલયની યોજના અન્વયે ઇસ્યુ કરેલ હેલ્થ ઇન્સ્યોરન્સસ્માર્ટ કાર્ડ
- ડ્રાઇવિંગ લાયસન્સ
- પાન કાર્ડ
- એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ સ્માર્ટ કાર્ડ
- ભારતીય પાસપોર્ટ
- ફોટોગ્રાફ સાથે પેન્શન ડૉક્યુમેન્ટ
- કેન્દ્ર/રાજ્ય/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેલ કંપનીએ ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથે ના સર્વિસ ઓળખ પત્રો
- સાંસદ સભ્યો/ ધારાસભ્યોએ / વિધાન પરિષદના સભ્યો ને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો