આજે 8 નવેમ્બર ના રોજ આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી ડે (IDoR) ની ઉજવણી કરવામાં આવે છે જેમનો મુખી ઉદ્દેશ રેડિયોલોગી અંગે જાગૃતિનું નિર્માણ કરવાનો છે.

શુ કામ 8 નવેમબેરના રોજ ઉજ્વ્વમાં આવે છે જાણો ઇતિહાસ

વર્ષ 1985 માં વિલ્હેમ કોનરાડ દ્વારા  એક્સ-રેનું અસ્તિત્વ શોધી કાઢવામાં આવ્યું હતું તેમની સમૃતિ માં આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી ડેની ઉજવણી કરવામાં આવે છે.

મેડિકલ ઇમેજિંગ એ આરોગ્યસંભાળની સૌથી ઉત્તેજક અને પ્રગતિશીલ શાખાઓમાંથી એક છે. પરંતુ જ્યારે એક્સ-રે, એમઆરઆઈ સ્કેન, અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય તબીબી ઇમેજિંગ તકનીકીઓ ઘણા લોકો માટે જાણીતા છે, તેમનું મૂલ્ય અને દર્દીની સંભાળ પરની અસર વ્યાપક રીતે સમજી શકાતી નથી. આથી જ રેડિયોલોજી વિશે વધુ જાગૃતિ લાવવા અને દર્દીની સંભાળમાં રેડિયોલોજીસ્ટ્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે – આઈડીઓઆર(IDoR) ની શરૂઆત 2012 માં કરવામાં આવી હતી.