આજે પાંચમું નોરતું છે ત્યારે આજ ના દિવસે માં સ્કંદ માતાજીની પૂજા કરવામાં આવે છે. માં શક્તિનું પાંચમું સ્વરૂપ એટલે સ્કંદમાતા. સ્કંદ શબ્દનો અર્થ ઉછળીને બહાર આવવું સ્કંદ શબ્દનો બીજો અર્થ ભગવાન કાર્તિકેય
દક્ષિણમાં માતા સ્કંદની પૂજા – અર્ચનાનું માહાભ્ય: સ્કંદ માતા એટલે ભગવાન કાર્તિકેયના માતા આરોગ્ય અને બળની પ્રાપ્તિ થાય
કેવું છે સ્કંદમાતાનું સ્વરૂપ
કાર્તિકેય કુમાર આ દેવીના ખોળામાં બાળ સ્વરૂપે બિરાજમાન છે – આ દેવીનો વર્ણ શુભ છે અને એ કમળ પર બિરાજમાન છે આથી એમને પદ્માસના પણ કહેવામાં આવે છે , સિહં આ દેવીનું વાહન છે – આ દેવીને ચાર ભૂજાઓ છે , નીચેવાળી ભૂજામાં કમળ પૂષ્પ છે , ડાબી તરફ ઉપરની ભૂજામાં વરમુદ્રા છે , નીચેની ભૂજામાં કમળપૂષ્પ છે . – આ દેવીની ઉપાસનાથી ઈચ્છાપૂર્તિ થાય છે
સિંહાસનગતા નિત્યે પદ્માશ્રિતકરદ્વયા |
શૂભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની ||
માતાના પૂજન કરવાથી થતો લાભ
સ્કંદ માતાજી સંતાનની મનોકામના પૂર્ણ કરનાર છે સંતાન વાંચ્છુઓએ આ દેવીની પૂજા અવશ્ય કરવી જોઈએ
જાણો સ્કંદ માતાજીના સ્વરૂપનો મહિમા
માતાજી પાર્વતીજીનું આદ્યસ્વરૂપ માનવામાં આવે છે, ગણેશજીને ધારણ કરેલા અનેક સ્વરૂપો છે ભગવાન કાર્તિકેયને ધારણ કરેલું માત્ર આ એક સ્વરૂપ છે પરિવારનું સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય
કેવી રીતે કરી શકાય સ્કંદ માતાની પૂજા
સ્કંદ માતાને લાલ રંગના પુષ્પ પ્રિય કાર્તિકેય ભગવાનને પણ લાલપુષ્પો પ્રિય લાડુનો નૈવેદ્ય ખૂબ જ પ્રિય છે ઋતુ પ્રમાણેના ફળ અર્પણ કરી શકાય બાળકોને પ્રિય હોય તેવો પ્રસાદ લાવવો સ્કંદ માતાને ચોક્લેટ પણ ધરાવી શકાય
માતા ને શું કરવું જોઇએ અર્પણ
દૂધની વાનગીઓ અર્પણ કરી શકાય ચોક્લેટ ધરાવી બાળકોને વહેંચવી લાલ રંગનું રક્ત ચંદન અર્પણ કરી શકાય લાડુ પણ અર્પણ કરી શકાય
આજનો વિશેષ મંત્ર
ॐ સ્કંદ દૈવ્યૈ નમઃ
મંત્રની માળા કરવી
જય સનાતન