Jharkhand: ટ્રેનમાં આગ લાગવાની અફવા પર અનેક મુસાફરો કૂદી પડ્યા, ચાર લોકોના મોત…

ઝારખંડના લાતેહારમાં રાંચી-સાસારામ ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગવાના સમાચાર સાંભળીને ઘણા મુસાફરોએ ટ્રેનમાંથી કૂદી પડયા હતા. જેના કારણે અનેક મુસાફરો માલગાડીની અડફેટે આવી ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતાં એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, સાસારામ-રાંચી ઈન્ટરસિટી એક્સપ્રેસ જેવી જ કુમંડીહ સ્ટેશન પાસે પહોંચી, ટ્રેનમાં સવાર એક મુસાફરે ટ્રેનમાં આગ લાગવાની અફવા ફેલાવી. આ પછી મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘણા લોકો ડરના માર્યા ટ્રેનમાંથી ભાગવા લાગ્યા. આ દરમિયાન સામેથી આવતી માલગાડીએ કેટલાક લોકોને ટક્કર મારી હતી. જેના કારણે ચાર લોકોના મોત થયા હતા. અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

દુર્ઘટના બાદ રેલવે અધિકારીઓ એક્શનમાં  

, જોકે આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે? આ અંગે હજુ સ્પષ્ટ માહિતી મળી નથી. પ્રશાસનને આ અંગેની માહિતી મળતા જ તમામ લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કાર્ય શરૂ કર્યું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ સ્ટેશન પર હાજર મુસાફરોમાં ચીસાચીસ મચી ગયો હતો. આ ટ્રેન અકસ્માત બાદ રેલ્વે અધિકારીઓ એક્શનમાં આવી ગયા હતા અને ઘટનાસ્થળે દોડી ગયા હતા. સાથે જ રેલવે પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા.