અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બોરમાં પડી જતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં 17 કલાકની જહેમત બાદ NDRF અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોર માંથી બહાર કાઢવામાં સફળતા મળી. પરંતુ બાળકી જિંદગી સામેની જંગ હારી ગઈ છે. ત્યારે આ મામલે શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, બાળકીને બચાવવાની કામગીરી યોગ્ય અને જડપી જરૂરી હતી .   શું આ છે મૃદુ અને મક્કમ સરકાર ?

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, અમરેલી જિલ્લાના સુરગપુર ગમે ખાતે ખુલ્લા રાખેલા બોર વેલમાં દાહોદ થી મજુરી માટે આવેલ આદિવાસી પરિવારની બાળકી ગઈ કાલે પડી ગયેલ . બાળકીને બચાવવાની કામગીરી યોગ્ય અને જડપી જરૂરી હતી . સરકાર @Bhupendrapbjp @CMOGuj તાત્કાલિક યોગ્ય કેમ નથી થયું ? શું આ છે મૃદુ અને મક્કમ સરકાર ? શા માટે ખુલ્લા બોર વેલ મોતના મુખ બનવા દેવામાં આવે છે ?

જાણો શું હતો મામલો
અમરેલીના સુરગપરા ગામમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા દાહોદના અમ્લીયા પરિવારની દોઢ વર્ષની આરોહી નામની બાળકી બપોરે શુક્રવારે 12 વાગ્યાના અરસામાં રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગઇ હતી. જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંદાજિત 500 ફૂંટ ઊંડા બોરમાં બાળકી 45થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી. આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રોબોટ દ્વારા જલ્દી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો તંત્ર દ્વારા કરાઇ રહ્યા હતા. પરંતુ 17 કલાકની મહેનત બાદ પણ બાળકીને જીવિત બહાર કાઢવામાં સફળતા નથી મળી.