રૂપેશ રૂપારેલીયા, બગસરા/ શહેરના ભૂતનાથ ફિડર નીચે આવતા અર્બન વિસ્તારમાં રાત્રિના સમયે અનેક વખત વીજ પુરવઠો કાપવામાં આવે છે . ત્યારે ગઈ કાલે દિવસના 12:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો કાપી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હાલ વધુ પડતી ગરમીના કારણે નાના બાળકો તેમજ વૃદ્ધ લોકો અને બીમાર લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હોય જેના કારણે લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. દર ગુરુવારે લાઈટ કાપ આપીને લાઈન મેન્ટેનન્સની કામગીરી કરવામા આવતી હોવા છતાં પણ યોગ્ય લાઈન મેન્ટેનન્સ થતું ન હોવાના કારણે રાત્રિના સમયે તેમજ દિવસના સમયે અનેક વખત વીજળી આવી જાવ કરતી જોવા મળી રહે છે.
વીજળી કટ થવાના કારણે નાના-મોટા ઉદ્યોગો પર પણ અસર જોવા મળે છે. આથી લાગતાવળગતા પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા યોગ્ય કરવામાં નહીં આવે તો શહેરી લોકોમાં પીજીવીસીએલ કચેરીએ ઘેરઆવો કરવાની ફરજ પડે તેવી ચીમકી આપવામાં આવી હોવાનું ચર્ચાય છે.







